દિલ્હીમાં પ્લાસ્ટિક ફૅકટરીમાં આગમાં 17 જણનાં મોત


નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : આજે સાંજે દિલ્હીના બવાના ઔદ્યોગિક વિસ્તારમાં પ્લાસ્ટિકની એક ફેક્ટરી અને ફટાકડાના કારખાનાંમાં આગ ફાટી નીકળતા આઠ મહિલા સહિત 17 જણનાં મોત નીપજ્યાં હતાં. દિલ્હી અગ્નિશમન દળને સાંજે 6.20 કલાકે આગ વિશે જાણ કરતો ફોન આવ્યો હતો અને 10 બંબા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દિલ્હી અગ્નિશમન દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવ મૃતદેહોને બહાર કઢાયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે બચાવકામગીરી હજી ચાલુ છે, કારણકે વધુ લોકો સપડાયા હોવાની શંકા છે. ફટાકડાંની ફૅક્ટરીની ઉપર બીજા મજલે રબરની ફૅક્ટરી હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer