નેશનલ હેરલ્ડ કેસ : સ્વામીએ કોર્ટમાં રજૂ કર્યા આવકવેરા વિભાગના દસ્તાવેજો


નવી દિલ્હી, તા. 20 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સંડોવતા નેશનલ હેરાલ્ડ કેસમાં આજે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં આવકવેરાના દસ્તાવેજો રજૂ કર્યા હતા.
સ્વામીએ કહ્યું હતું કે, આ દસ્તાવેજોના આધારે કોંગ્રેસના ટોચના નેતાઓ નેશનલ હેરાલ્ડ કેસમાં દોષિત ઠરે છે. સ્વામીએ કોર્ટમાં યંગ ઈન્ડિયન કંપનીને આવકવેરા વિભાગે આપેલા ઓર્ડરની કોપી રજૂ કરી હતી. 105 પાનાના આ આદેશમાં નેશનલ હેરાલ્ડ ઉપર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વામી આક્ષેપ કર્યો હતો કે, 5000 કરોડ રૂપિયાની મિલ્કતો હડપવા માટે સમગ્ર કૌભાંડ રચવામાં આવ્યું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer