સગીર કન્યાઓ સાથે દુષ્કર્મ બદલ મૃત્યુદંડ આપવા હરિયાણા સરકાર કાયદો ઘડશે


કરનાલ (હરિયાણા), તા. 20 (પીટીઆઈ) : તાજેતરમાં હરિયાણામાં સગીર કન્યાઓ પર બળાત્કારની વારાફરતી ઘટનાઓને વિશે ચોમેરથી ટીકાને પગલે મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે આજે જણાવ્યું હતું કે 12 વર્ષ અથવા તેથી ઓછી વયની કન્યાઓ સાથે દુષ્કર્મ બદલ દોષિત જણાનારી વ્યક્તિને મૃત્યુદંડ આપવા માટેનો કાયદો રાજ્ય સરકાર ઘડશે. ઉપરાંત, પીડિતાઓને ઝડપભેર ન્યાય મળે એવું સુનિશ્ચિત કરવા માટે બળાત્કારના કેસોને હાથ ધરવા ફાસ્ટ-ટ્રેક કોર્ટો રચવા માટે પણ રાજ્ય સરકાર વિનંતી કરશે.
અત્રે ખાંડની એક મિલનો શિલાન્યાસ કર્યા બાદ લોકોને સંબોધતી વખતે મુખ્ય પ્રધાને આ જાહેરાત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer