એચપીસીએલને રૂા. 36,915 કરોડમાં ઓએનજીસી હસ્તગત કરશે


મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : ઓએનજીસીએ આજે સરકારી માલિકીની એચપીસીએલનું સંપૂર્ણ 51.11 ટકા શૅરહોલ્ડિંગ રૂા. 36,915 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી.
એચપીસીએલના શૅર માટે 60 દિવસના સરેરાશ ભાવથી 10 ટકા પ્રિમિયમે પ્રતિ શૅર રૂા. 473.97 ઓએનજીસી સરકારને ચૂકવશે.
ઓએનજીસીએ કહ્યું હતું કે આ શૅર્સની ખરીદી રોકડેથી કરવામાં આવશે. શુક્રવારે બીએસઈમાં ઓએનજીસીનો શૅર 0.23 ટકા ઘટીને રૂા. 193.60 અને એચપીસીએલનો શૅર 1.34 ટકા વધી રૂા. 416.55 ઉપર બંધ રહ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer