રૂપાણી સરકારે નીમ્યા જિલ્લા પ્રભારી


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.20 :ગુજરાતના જિલ્લાઓની વહીવટી કામગીરીસારી રીતે થાય, ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે વિજય રૂપાણીની સરકાર દ્વારા ગુજરાત સરકારના પ્રધાનોને જવાબદારી સુપરત કરાઇ છે. રાજ્યસરકાર દ્વારા વિવિધ પ્રધાનોને વિવિધ જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં 1આવી છે જ્યારે એક માત્ર પરસોત્તમ સોલંકીને સહપ્રભારી બનાવાયા છે. 
આ પ્રધાનો સમયાંતરે જિલ્લાઓની મુલાકાત લઇ વહીવટી પ્રશ્નોઁથી વાકેફ થશે અને તેના નિકાલ માટે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપશે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેનો જાહેર પરિપત્ર કર્યો છે. સરકારે તમામ 18 પ્રધાનોને પ્રબારી બનાવ્યા છે. રાજ્યસરકારે કરેલી જાહેરાત પ્રમાણે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા, ખેડા જિલ્લાના પ્રભારી રહેશે જ્યારે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અમદાવાદ અમરેલી જિલ્લાના પ્રભારી રહેશે. 
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રાજકોટ અને ભાવનગર જિલ્લાના પ્રભારી રહેશે જ્યારે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સુરત અને તાપી જિલ્લાના પ્રભારી રહેશે. 
ઉર્જા પ્રધાન સૌરભ પટેલ જામનગર અને મોરબી જિલ્લાના પ્રભારી રહેશે. આદિવાતી વિકાસ પ્રધાન ગણપત વસાવા દાહોદ અને નવસારી જિલ્લાના પ્રભારી રહેશે જયેશ રાદડિયા જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાના પ્રભારી રહેશે.
આ ઉપરાંત દિલીપ ઠાકોર કચ્છ, ઇશ્વર પરમાર બનાસકાંઠા, પ્રદીપસિંહ જાડેજા ભરૂચ અને પંચમહાલ તેમજ પરબત પટેલ સાબરકાંઠા તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી રહેશે
બચુ ખાબડ નર્મદા અને છોટા ઉદેપુર, જયદ્રથસિંહ પરમાર આણંદ અને મહિસાગર, ઇશ્વરસિંહ પટેલ સુરેન્દ્રનગર તથા બોટાદ અને વાસણ આહીર પાટણ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી રહેશે.  
વિભાવરીબેન દવેને મહેસાણા જિલ્લાના પ્રભારી બનાવાયા છે જ્યારે રમણ પાટકરને અરવલ્લી તથા ડાંગ જિલ્લાના પ્રભારી બનાવાયા છા. કિશોર કાનાણી વલસાડ અને પોરબંદર જિલ્લાના પ્રભારી રહેશે. 
રસપ્રદ વાત એ છે કે, રાજ્ય પ્રધાનમંડળમાંથી એક માત્ર પરસોત્તમ સોલંકીને સહપ્રભારી બનાવાયા છે. સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના સહપ્રભારી બનાવાયા છે. પોતાને મળેલા ખાતાના મુદ્દે અસંતોષ પ્રગટ કરનારના સોલંકી આ મામલે શું કરે તે જોવાનું રહે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer