તાતા મુંબઈ મેરેથોન : આફ્રિકનો વર્ચસ્વ જાળવવા કમર કસશે

 
મુંબઈ, તા. 20 (પીટીઆઇ): મુંબઈમાં રવિવાર, 21મી જાન્યુઆરીએ યોજાનારી 4.05 લાખ ડૉલરની તાતા મુંબઈ મેરેથોનમાં ફરીથી સંભવત: આફ્રિકન દેશો-કન્યા અને ઇથિયોપિયાના દોડવીરો છવાયેલા રહેશે, જ્યારે ભારતીય દોડવીરો પોતાના ગયા વર્ષના વિક્રમોને સુધારવાના પ્રયાસ કરશે.
પુરુષોના કોર્સ રેકર્ડ-હોલ્ડર નીતેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે પોતાના જ 2016ના વિક્રમને તોડવાનો તેનો ઉદ્દેશ રહેશે. `હું મારો નવો રેકર્ડ બનાવવા માગું છું. અન્ય દોડવીર ગોપી થોનકલે પણ નવો રેકર્ડ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાવત અને ગોપી બંને જણે 2016ની રીઓ અૉલિમ્પિક સ્પર્ધામાં ભાગ લીધો હોઈ આવતી કાલની મેરેથોનમાં ભારતીય દોડવીરોમાં સૌથી ઝડપી ફિનિશ માટે તેઓ `ફેવરિટ' લેખાય છે.
રીઓ અૉલિમ્પિકમાં રાવતે સારો દેખાવ કર્યો હતો. તો ગોપીએ 2:15:25માં તે મેરેથોન પૂરી કરી હતી. મહિલા દોડવીરોમાં ભારતના પક્ષે સુધા સિંહનું નામ મોખરે છે.
રેસ કૅટેગરી                 અંતર (કિ.મી.માં)        ક્યાંથી અને કેટલા વાગે શરૂ થશે?       ક્યાં પૂરી થશે?
મૅરેથૉન ઍમટર્સ          42.195                     સીએસએમટીથી પરોઢે 5.40 વાગે      સીએસએમટી
હાફ મૅરેથૉન               21.097                     વરલી ડેરીથી પરોઢે 5.40 વાગે          સીએસએમટી
                                10  કિ.મી. રન 10       સીએસએમટીથી સવારે 6.10 વાગે     સીએસએમટી
મૅરેથૉન એલિટ્સ                                               
રેસ                           42.195                      સીએસએમટીથી સવારે 7.10 વાગે     સીએસએમટી
સિનિયર સિટિઝન
રન                          અંદાજે 4.3                  સીએસએમટીથી સવારે 7.25 વાગે      મેટ્રોની સામે
ચેમ્પિયન્સ વિથ
ડિસેબલિટી                અંદાજે 1.5                  સીએસએમટીથી સવારે 7.45 વાગે     એમ.જી. રોડ
ડ્રીમ રન                    અંદાજે 6                     સીએસએમટીથી સવારે 8.20 વાગે     મેટ્રોની સામે

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer