રાષ્ટ્રપતિ કોવિન્દનું મુંબઈમાં આગમન

રાષ્ટ્રપતિ કોવિન્દનું મુંબઈમાં આગમન
 
મુંબઈ, તા. 13 (પીટીઆઇ) : રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ આજે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. રાષ્ટ્રપતિ આવતી કાલે સવારે સાડા દસ વાગ્યે ભાઇંદરના રામભાઉ મહાલગી પ્રબોધનીએ યોજેલા `ઈકોનોમિક ડેમોક્રેસી કોન્કલેવ'નું ઉદ્ઘાટન કરશે. આ કોન્કલેવ યુવાન સાહસિકો અને સ્વરોજગાર વ્યક્તિને મંચ પૂરું પાડવામાં આવે છે. રાષ્ટ્રપતિ બપોરે સાડા બાર વાગ્યે બોરીવલીના ગ્લોબલ વિપાસના પેંગોડાની મુલાકાત લેશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હવાઈમથકે તેમનું સ્વાગત કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer