સાંગલી પાસે માર્ગ અકસ્માતમાં પાંચ કુસ્તીબાજ સહિત છનાં મૃત્યુ

સાંગલી પાસે માર્ગ અકસ્માતમાં પાંચ કુસ્તીબાજ સહિત છનાં મૃત્યુ
 
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : આજે વહેલી સવારે પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લામાં એક ટ્રેકટર ધડાકાભેર એસયુવી સાથે અથડાતાં તેમાં બેઠેલા પાંચ કુસ્તીબાજો સહિત છ જણનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. આ કુસ્તીબાજો એક સ્થાનિક સ્પર્ધામાં ભાગ લઈને પાછા ફરી રહ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતમાં અન્ય સાત જણ ઘાયલ થયા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઔંધ ગામમાં સ્પર્ધામાં ભાગ લઈને કુસ્તીબાજો એસયુવીમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે કડેગાંવ-સાંગલી માર્ગ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને સાંગલીની હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઘટના સ્થળેથી ટ્રેક્ટર ડ્રાઇવર નાશી છૂટયો હતો તેની શોધ પોલીસ ચલાવી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer