મુલુન્ડ પૂર્વમાં દીપડાએ ફેલાવ્યો ગભરાટ : છ જણને ઇજા પહોંચાડી

મુલુન્ડ પૂર્વમાં દીપડાએ ફેલાવ્યો ગભરાટ : છ જણને ઇજા પહોંચાડી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મુલુન્ડ પૂર્વમાં આજે સવારે દીપડાએ છે જણને જખ્મી કરતાં એ વિસ્તારમાં ગભરાટ વ્યાપી ગયો હતો અને વનખાતાના અધિકારીઓએ છ કલાકની જહેમત બાદ દીપડાને જેર કર્યો હતો.
શનિવારે સવારે સુમારે છ વાગે મુલુન્ડ પૂર્વના નાને પાડામાં દીપડો ઘૂસ્યો હોવાના વાવડ મળ્યા હતા. કેટલાક કલાક વિત્યા છતાં તેને પકડી શકાયો નહીં છેવટે અધિકારીઓએ તેને બેશુદ્ધીનું ઇંજેક્શન મારી પકડી લીધો હતો. દીપડાએ કરેલા હુમલામાં છ જણને નજીવી ઇજા થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે નાનેપાડાની એક ઇમારતમાં દીપડો છૂપાયો હતો. ભાજપના વિધાન સભ્ય કિરીટ સોમૈયાએ ટ્વીટર પર દીપડો આ વિસ્તારમાં ઘૂસ્યો હોવાની માહિતી આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer