ઍરપોર્ટના ડૉમેસ્ટિક ટર્મિનલમાં આગ લાગી : જાનહાનિ ટળી

ઍરપોર્ટના ડૉમેસ્ટિક ટર્મિનલમાં આગ લાગી : જાનહાનિ ટળી

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : અહીં મુંબઈ ઍરપોર્ટના વન-બી ડૉમેસ્ટિક ટર્મિનલ ખાતે આજે આગ ફાટી નીકળી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આગ ભોંયતળિયા પરના કોન્ફરન્સ હૉલમાં લાગી હતી અને તે ઍરપોર્ટ ગેટ નંબર-9 નજીકની લાઉન્જમાં પ્રસરી હતી.
મુંબઈ ફાયર બ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બપોરે 1.46 વાગે આગની માહિતી મળતાં ઘટના સ્થળે 8 ફાયર એન્જિન, પાણીનાં છ ટેન્કર અને વૉટર જેટ મોકલવામાં આવ્યાં હતાં અને બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી નાખવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.
આગના કારણની તપાસ કરવામાં આવી રહ્યાનું પણ આ પ્રવક્તાએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer