અમદાવાદમાં જીએસટીનો વિરોધ કરતાં સૂત્રો ધરાવતી પતંગો વિનામૂલ્યે વેચી


અમદાવાદ, તા. 13 : ઉત્તરાયણને હવે માત્ર કલાકો જ બાકી છે ત્યારે પતંગના વેપારીઓએ હવે છેલ્લી ઘડીના ભાવ લેવાનું શરૂ કર્યુ છે.  સામાન્ય રીતે સાત ટકા ભાવવધારો હોવા છતાં હાલ પતંગ અને દોરીના ભાવમાં 15 થી 17 ટકા ભાવ વધારો વસુલ કરાય છે.
જોકે, પતંગ બનાવનાર ઍસોસિયેશન દ્વારા ગઇ કાલે જીએસટીનો વિરોધ કરતાં સૂત્રો લખેલા પતંગો વિનામૂલ્યે ઍસોસિયેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વહેચાયા હતા. અમદાવાદમાં કાલુપુર, રાયપુર, માણેક ચોક,મણીનગર, દિલ્હી દરવાજા, શાહપુર, નારણપુરા, નવરંગપુરા, સેટેલાઇટ, બોપલ, નરોડા ,નિકોલ જેવા વિસ્તારોમાં પતંગના ભાવમાં વાંસની કમાન અને ઢઢ્ઢાના ભાવમાં વધારો થતાં પતંગ ઓછા પ્રમાણમાં બનાવ્યા છે અને પ્રમાણમાં ખરીદી પણ ઓછી રહી છે. દોરીના ટેલરના ભાવમાં પણ તોતિંગ વધારો રહ્યો છે. કલકત્તામાં વરસાદના કારણે ઉત્પાદન ઓછું થયું છે એટલે તેની આવક નથી એટલે સફેદ પતંગોની હાલ  અછત છે અને જે વેચાય છે તે મોંઘા ભાવે વેચાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer