યોગીનો અલગ સૂર : `પદ્માવત''ને લીલી ઝંડી આપતું ઉત્તર પ્રદેશ

 
લખનૌ, તા.13 : સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ બનેલી `પદ્માવત' ફિલ્મ પર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવાં ભાજપ શાસિત રાજ્યોએ  રોક લગાવી છે ત્યારે એક અણધાર્યા કદમમાં ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પદ્માવતની રિલીઝને પોતાના રાજ્યમાં મંજૂરી આપી છે.
દીપિકા પાદુકોણ, શાહીદ કપૂર અને રણવીર સિંહને ચમકાવતી આ ફિલ્મને ભારે વિવાદ વંટોળ સર્જાયા બાદ તેના નામને પદ્માવતીમાંથી પદ્માવત કરવા સહિતના ફેરફારો બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને તે પચ્ચીસમી જાન્યુઆરીએ રજૂઆત માટે તૈયાર છે.
જોકે રાજસ્થાને આ ફિલ્મને ફેરફાર છતાં પોતાના રાજ્યમાં રજૂઆત સામે રોક લગાવ્યા બાદ ગઈકાલે ગુજરાત અને એમપીએ પણ રોક લગાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer