સુપ્રીમ કોર્ટના વિવાદમાં સરકારને ઘેરવાનો પ્રયત્ન


 
વિપક્ષ દ્વારા સરકારની કામગીરીને કેન્દ્રસ્થાને રાખીને અપાતાં નિવેદનો

નવી દિલ્હી, તા. 13 : એક તરફ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશો વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. ઐતિહાસિક ઘટનાક્રમમાં ગઈકાલે ચાર ન્યાયાધિશોએ પત્રકાર પરિષદ બોલાવીને ચીફ જસ્ટીસની કામગીરી સામે સવાલ કર્યા હતા. આ મામલે હવે સહયોગી પક્ષ અને વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
યશવંત સિંહા, ભાજપ ભાજપની નારાજ યશવંત સિન્હાએ જજોના આક્ષેપોને સુપ્રીમનો આંતરિક પ્રશ્ન ગણવાનો ઈનકાર કર્યો છે. તેઓએ કહ્યું છે કે, અત્યારની પરિસ્થિતિ 1975-77ની કટોકટી જેવી થઈ છે. સંસદની કામગીરી સાથે બાંધછોડ કરવામાં આવી રહી છે અને સુપ્રીમ કોર્ટની કામગીરી પણ યોગ્ય રીતે થતી ન હોય તો લોકતંત્ર ઉપર જોખમ છે.  સિંહાએ કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટના ચાર જજો લોકતંત્ર ઉપર જોખમ હોવાનું કહી રહ્યા છે તો આ મામલો ગંભીર ગણવો જોઈએ.
શરદ યાદવ,  સુપ્રીમ કોર્ટના વિવાદ મામલે શરદ યાદવે સરકાર ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે. શરદ યાદવે કહ્યું છે કે, ચારેય જજોએ દબાણમાં આવીને પત્રકાર પરિષદ બોલાવી હોવાની સંભાવના છે. હવે પરિસ્થિતિ સામાન્ય બનાવવાની જરૂરીયાત છે. 
કીર્તિ આઝાદ, ભાજપ સરકારે વિવાદમાં દરમિયાનગિરી કરવી જોઈએ. ચાર જજોએ સમગ્ર મામલો લોકો સમક્ષ રજૂ કર્યો છે અને સોશિયલ મીડિયામાં આ ચાર જજોના વિરોધમાં ન અભિયાન ચાલી રહ્યું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer