દક્ષિણ મુંબઈની 27 રેસ્ટોરાંને ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ નોટિસ

 
મુંબઈ, તા. 13 : મુંબઈ અગ્નિશામક દળે ગયા સપ્તાહે મુંબઈ મહાનગર પાલિકાના `એ' વૉર્ડમાં તપાસ કરતાં 34માંથી 27 રેસ્ટોરાંએ અગ્નિ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું.
મહારાષ્ટ્ર ફાયર સેફ્ટી ઍન્ડ લાઇફ પ્રિવેન્શન ઍક્ટ હેઠળ 27માંથી 21 રેસ્ટોરાંને નોટિસ અપાઈ હતી અને પાંચ રેસ્ટોરાંએ ચીફ ફાયર અૉફિસર પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવ્યું નથી, એવું બહાર આવ્યું હતું.
એનઓસી મેળવ્યાં વગર કામ કરતી રેસ્ટોરાંની યાદીમાં મહેશ લંચ હોમ, કેફે બહાર, પ્રતાપ લંચ હોમ, લલિત રિફ્રેશમેન્ટ અને ચવાણ સામેલ છે. જ્યારે  પિત્ઝા બાય ધ બે, ગેલોર્ડ, ફ્લેમબોયન્ટ, સમ્રાટ વેજ, સોલ્ટ વોટર કાફે, વોક એક્સપ્રેસ, પ્રીન્ટો પબ, કેફે ઓવલ બિયર બાર, મોકિંગ બર્ડ કેફે, સ્ટેટ્સ રેસ્ટોરન્ટ, શીવ સાગર, વસંત સાગર તેમ જ અન્ય રેસ્ટોરાંને એનઓસીના ધારાધોરણ મુજબ અગ્નિ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈ અગ્નિશમન દળે નોટિસ મોકલાવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ આ રેસ્ટોરાંએ 30થી 120 દિવસના નિર્ધારિત સમયગાળામાં અગ્નિ સુરક્ષાના નિયમો અનુસાર કામગીરી કરવી પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer