એશિઝની છેલ્લી મૅચમાં અૉસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં

એશિઝની છેલ્લી મૅચમાં અૉસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં

સિડની ટેસ્ટમાં કાંગારુંઓ 4/479 : ઉસ્માન ખ્વાજાના 171 : શોન માર્શ 98 રને દાવમાં

સિડની, તા. 6 : સિડની ખાતે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ઉસ્માન ખ્વાજાની દોઢી સદી (171) રનના સહારે ઓસ્ટ્રેલિયાએ તેની સ્થિતિ મજબૂત બનાવી લીધી હતી અને રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયા ચાર વિકેટ ગુમાવીને 479 રન બનાવી લીધા હતા. શોન માર્શ 98 અને એમઆર માર્શ 63 રન સાથે રમતમાં હતા. સદાબહાર સ્મિથે 83 રન કર્યા હતા.
375 રને ચોથી વિકેટ ગુમાવી દીધા બાદ માર્શ ભાઈઓ વચ્ચે પાંચમી વિકેટની 104 રનની ભાગીદારી થઈ ચૂકી છે. આવતીકાલે ચોથા દિવસની રમત ઓસ્ટ્રેલિયા માટે નિર્ણાયક રહેશે. ઓસ્ટ્રેલિયા પાસે ટેસ્ટ મેચ જીતવાની તક છે. તે ઝડપી બેટિંગ કરીને જંગી સરસાઈ મેળવી લીધા બાદ દાવ ડિકલેર કરી શકે છે. હજુ સુધી ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ઉપર 133 રનની લીડ ધરાવે છે અને તેની છ વિકેટ હાથમાં હોવાથી ઈંગ્લેન્ડ પર હારનું સંકટ તોળાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ડ્રોમાં પરિણમી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ
બેનક્રાફટ બો. બ્રોડ 00, વોર્નર કો. બેરશો બો. એન્ડરસન 56, ખ્વાજા સ્ટ. બેરશો બો. ક્રેન 171, સ્મિથ કો.એન્ડ બો. અલી 83, માર્શ (દાવમાં) 98, એમઆર માર્શ (દાવમાં) 63, વધારાના 08, કુલ્લ (157 ઓવરમાં 4 વિકેટ) 479 પતન : 1-1, 2-86, 3-274, 4-375
બોલિંગ : એન્ડરસન : 30-11-52-1, બ્રોડ : 23-2-70-1, અલી : 37-9-125-1, કરેન : 20-2-71-2, ક્રેન : 39-3-135-1, રુટ : 8-3-2-0.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer