ચેસ અૉલિમ્પિયાડમાં ભાગ લેશે વિશ્વનાથન આનંદ

ચેસ અૉલિમ્પિયાડમાં ભાગ લેશે વિશ્વનાથન આનંદ

ચેન્નઇ, તા. 6: દિગ્ગજ ચેસ ખેલાડી અને છ વખત વિશ્વ વિજેતા થયેલા વિશ્વનાથન આનંદ ચાલુ વર્ષમાં જોર્જિયા ખાતે યોજાનાર ચેસ ઓલિમ્પિયાડ માટે ભારતીય ટીમમાં સામેલ થવા તૈયાર થયો છે. હાલમાં જ રિયાદમાં વિશ્વ રેપિડ શીર્ષક જીતનાર આનંદનું અખિલ ભારતીય શતરંજ મહાસંઘ અને તમિલનાડુ રાજ્ય શતરંજ સંઘ દ્વારા સન્માન કરાયું હતું. એઆઇએફસીએ આનંદને પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને ટીએનએસસીએ દ્વારા ચાંદીના વિશેષ સ્મૃતિચિહ્નથી સન્માનિત કરાયો હતો. આનંદે કહ્યું હતું કે, ફરીથી વિશ્વ વિજેતા બનવું તેના માટે ખુશીની વાત છે. પાછલા વર્ષમાં કઠિન સમય જોયા પછી આ ખુશી ખૂબ વધી જાય છે. એઆઇસીએફના અધ્યક્ષ પી.આર. વેંકટરમણ રાજાએ આનંદની પ્રશંસા કરીને ઓંિલમ્પિયાડમાં ટીમનો ભાગ બનવા માટે સહમતિ આપવા બદલ આભાર માન્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer