કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓના વિસ્ફોટમાં ચાર પોલીસ શહીદ


'93ના ગોઝારા બનાવની વરસીએ બંધ દરમિયાન આઈઈડી ધડાકો: જૈશે મોહમ્મદનો જવાબદારીનો દાવો

જમ્મુ તા. 6:  ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના સોપોર ટાઉનમાં આતંકીઅંાઁએ બિછાવેલા આઈઈડીના  આજે સવારે સવા દસના સુમારે થયેલા વિસ્ફોટમાં ચાર પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. સોપોરની ગોલ માર્કેટમાં એક દુકાન પાસે ગોઠવાયેલા આઈઈડીના આ વિસ્ફોટથી  3 દુકાનોને પણ નુકસાન થયું હતું. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ ધડાકાની જવાબદારીનો દાવો કર્યો હતો. મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ શહીદ થયેલા પોલીસકર્મીના કમોત અંગે ટવીટર વાટે ઘેરો શોક અને દુ:ખ વ્યકત કર્યા હતા અને મૃતકોના પરિવારો પ્રતિ દિલસોજી વ્યકત કરી હતી.
'93માં સોપોરમાં આજના દિવસે સલામતી દળોના ગોળીબારમાં પ0 નાગરિકો માર્યા ગયાના વિરોધમાં બનાવની વરસીએ અલગતાવાદીઓએ એલાન કરેલા બંધમાં માર્કેટની દુકાન તળે મુકાયેલા આઈઈડી ધડાકાનો બનાવ બન્યો હતોં.
પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટવીટ કર્યુ હતુ કે સોપોરમાંથી ઘણા ગમગીન ખબર મળ્યા છે. ફરજ દરમિયાન માર્યા ગયેલા 4 બહાદુર પોલીસકર્મીઓના આત્માને પરમ શાંતિ મળે.
ગઈ તા. 31મીએ પુલવામા સ્થિત  સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટર પરના આતંકી હુમલામાં પાંચ સૈનિક શહીદ થયા હતા. સેનાના વળતા જવાબમાં બે આતંકીઓને ઢાળી દીધા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer