જે હરિભકતનું હિત ઇચ્છે છે, તેના જેવો કોઇ હરિભકત નથી : પૂ. મહંતસ્વામી


સુરતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અડાજણમાં 21મો પાટોત્સવ
 
સુરત, 6 : સુરત શહેરમાં  આભૂષણસમા આવેલા બીએપીએસ  સ્વામિનરાયણ મંદિર અડાજણનો 21 મો પાટોત્સવ આજે રવિવારે   ભવ્યતાથી ઉજવાશે. પરમેશ્વરનો ભકત કણ કણમાં સર્વત્ર બિરાજતા એવા પ્રભુના અંતરયામી સ્વરૂપને નિહાળે છે અને વંદે છે. પરંતુ ભકતથી સેવા અંગીકાર કરવા ,ભકતને સુખ આપવા પ્રત્યક્ષ રૂપે અથવા અર્ચન સ્વરૂપે  - મૂર્તિ સ્વરૂપે  ભગવાન  જયાં બિરાજતા હોય તે આવાસ એટલે જ મંદિર. આ પ્રસંગ નિમિત આજે  રવિવારે સાંજે  5-00 થી 8-00 કલાક દરમિયાન `` મંદિરમાં પ્રભુ બિરાજે છે. શીર્ષક હેઠળ  ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું છે. 
બીએપીએસ સ્વામિનારાયણ  મંદિર અડાજણ ખાતે  બાળ દિનનું  ભવ્યાતિભવ્ય  આયોજન  કરવામાં આવ્યું હતું.  `` થઇએ સ્વામીમય  શીર્ષક હેઠળ  આયોજીત  સાંસકૃતિક  કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 10 હજારથી વધુ બાળ- બાલિકાઓ તથા  હજારો હરિભકતો  આ કાર્યક્રમને માણયો હતો. પૂ. મહંતસ્વામી મહાજરાની રૂચી અને આજ્ઞા મુજબ  વર્ત્તન કરીને સ્વામીમય  થઇ આદર્શ બાળક બનવાની  પ્રેરણા મેળવી હતી. 
પૂ.સ્વામીએ  આર્શીવાદ આપતાં કહ્યું હતુ કે  `` જે હરિભકતનું હિત ઇચ્છે છે, તે  સમાન કોઇ હરિભકત નથી . અનેક જન્મમાં અનેક માતા-પિતા, ભાઇ-બહેન, પુત્ર-પત્ની મળે છે.  પણ સંત-સમાગમ મળવો  બહુ કઠણ છે.સંત સમાગમ જેવું કોઇ સુખ નથી.  સત્સંગ મળ્યો એ બહુ મોટી વાત છે.  અંનત કોટી બ્રહ્માંડના રાજાને પણ આવા દુલર્ભ  સત્સંગ મળ્યો નથી.  માટે સંત્સંગનું  જતન કરવું  ''  આજે પ્રાત: પૂજા અને દર્શનનો હજારો હરિભકતોએ લાભ લીધો હતો તેમજ  આગામી તા. 15 સુધી  લાભ પ્રાપ્ત કરવા આમત્રંણ આપવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer