તો પાકિસ્તાનને સીધું દોર કરવા માટેના તમામ વિકલ્પ ખુલ્લા : અમેરિકાની સ્પષ્ટ ચેતવણી

 
વોશિંગ્ટન, તા. 6 (પીટીઆઇ) : બે અબજ ડોલરની સંરક્ષણ સહાય બંધ કર્યા પછી અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, પાક તાલિબાન અને હક્કાની નેટવર્ક સહિત આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી નહીં કરે, તો તેને પાઠ ભણાવવાના તમામ વિકલ્પ ખુલ્લા છે. ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદ માટે `મોકળા મેદાન'ની જેમ પોતાની જમીન પર ઊભી કરવા દેવાયેલી આતંકવાદી છાવણીઓનો ખાત્મો પાકે કરવો જ પડશે. કેટલાક નીતિ નિર્માતાઓએ વ્હાઇટ હાઉસને પાકિસ્તાનનો બિન-નાટો સહયોગીનો દરજ્જો હટાવી લઇ તેના પર આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓના માધ્યમથી દબાણ વધારવા ભલામણ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer