શરાબની હેરાફેરીમાં વૉન્ટેડ જિજ્ઞેશ પટેલ 41 બોટલ સાથે પકડાયો


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6: અડાલજ પોલીસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પકડી પાડેલા રૂપિયા અઢી કરોડના દારૂ પ્રકરણમાં વોન્ટેડ મુખ્ય સુત્રધાર જિજ્ઞેશ પટેલને ગોતાના જગતપુર ગામ પાસે આવેલા ક્રિષ્ણા હાઇટ્સ નામના ફ્લેટમાં ચાંદખેડા પોલીસે દરોડો પાડીને રૂપિયા 35 હજારની 41 બોટલો સાથે પકડી પાડયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ બોટલો સાથે પોલીસે રૂપેશ ચૌધરી, અનિલ પટેલ અને જિજ્ઞેશ પટેલને પકડી પાડયા હતા જેમાં આરોપી જિક્ષેશ પટેલ અડાલજ પાસે આવેલા ખોરજ કન્ટેનર ડેપોમાંથી અડાલજ પોલીસના હાથે ઝડપાયેલા રૂા.2.50 કરોડના દારૂના કેસમાં વોન્ટેડ જાહેર થયેલો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સોલામાં રહેતો જિજ્ઞેશ આ કેસમાં મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવેલ અને બે મહિનાથી તે નાસતો ફરતો હતો. દરમિયાનમાં ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્શો ક્રિશ્ના હાઇટ્સ ફ્લ્ટેસમાં દારૂનો જથ્થો લાવ્યા છે  જેથી તપાસ કરતાં પોલીસને મોંઘી વ્હિસ્કી સાથે આ ત્રણને પકડી પાડયા હતા. પોલીસે આ અંગે વધુ  તપાસ હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer