હૈદરાબાદના જામિયા નિઝામિયાનો `ઝીંગા'' નહીં ખાવા ફતવો


હૈદરાબાદ, તા. 6 (પીટીઆઈ) : શહેરની ઇસ્લામિક મદરેસા જામિયા નિઝામિયાએ આજે એવો ફતવો જારી કર્યો હતો કે મુસ્લિમોએ ઝીંગા (માછલી) નહીં ખાવી જોઇએ. ફતવામાં જણાવાયું હતું કે ઝીંગા એ માછલીની કક્ષામાં આવતી નહીં હોવાથી તે ખાવાનું ટાળવું જોઇએ.
કેટલાક ખાદ્ય પદાર્થો મુસ્લિમો માટે `પ્રતિબંધિત' કક્ષામાં આવે છે જ્યારે ઝીંગા `િનવારવાપાત્ર' કક્ષામાં આવે છે.
જામિયા નિઝામિયા એક સદી પુરાણી મદરેસા છે અને હૈદરાબાદમાં તેની ગણના એક ખૂબ જ પ્રતિષ્ઠિત ઇસ્લામિક સંસ્થા તરીકે  થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer