ડિસેમ્બરમાં સોનાની આયાત વધી 77.7 ટનની નોંધાઈ


નવી દિલ્હી, તા. 6 : વિશ્વમાં ચીન પછી બીજા નંબરની ગણાતી સોનાની બજાર ભારત દ્વારા ડિસેમ્બરમાં સોનાની આયાત પાછલા ત્રણ મહિનાથી સતત ઘટયા બાદ 37 ટકા વધેલી જણાઇ હતી.
સોનાની આયાત વર્ષ પૂર્વના સમાન ગાળાના 56.9 ટન વાળી આ વર્ષમાં વધીને 77.7 ટન નોંધાઇ હતી. જે મૂલ્યની દૃષ્ટિએ 39.8 ટકા વધીને 2.8 અબજ ડૉલરની થઈ હતી.
સોનાની આ નિકાસમાં તેની જ્વેલરીની સૌથી વધુ નિકાસ થઈ હતી. જે એપ્રિલ - અૉક્ટોબરના તેના કુલ નિકાસ વેચાણના આંકડા 15 ટકા હિસ્સા જેટલું ગણાય. તો ભારતની સોનાની આયાત ડિસેમ્બરના 66 ટકાના ઉછાળા સાથે ગણતા 2017માં 946.3 ટનની થઈ હતી.
ગયા વર્ષે ભારતીય વપરાશકારોએ 650-750 ટન આ પીળી ધાતુની આયાત કરી હતી, એ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પરથી જાણવા મળે છે. જોકે, આ સ્તર 2016ના પ્રમાણ જેટલું રહ્યાનું મનાય છે. જે 2009 પછી સૌથી સુસ્ત માગનું પરિણામ ગણાય એ નિષ્ણાતો મત વ્યક્ત કરે છે. ગયા વર્ષે આ ક્ષેત્રને કેટલાંક નકારાત્મક બળોનો સામનો કરવો પડયો હતો. જેમાં ખરીદદારે પોતાની ઓળખ પુરવાર કરી આપવા સાથે ટ્રાન્ઝેકશનમાં થતી કુલ રકમ પરની ટોચર્યાદા પણ  આ માટેના અસરકર્તા કારણો મનાય છે.
જોકે, 2018ની શરૂઆત સોનાએ મજબૂતાઈ સાથે કરી છે. આ ધાતુનો ભાવ સતત ચોથા સપ્તાહ માટે વૃદ્ધિની ચાલે રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer