વિદેશી હૂંડિયાણની અનામતમાં સતત ઉછાળો; 409.366 અબજ ડૉલર થઈ

 
મુંબઈ, તા. 6 : વિદેશી હૂંડિયામણની અનાત 29 ડિસેમ્બરના પૂરા થયેલા સપ્તાહ માટે 4.444 અબજ ડૉલર ઊછળીને 409.366 અબજ ડૉલરના નવા શિખરે ગઈ હતી. તેના આગલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણની અનામત 3.53 અબજ ડૉલર વધીને 404.921 અબજ ડૉલરની થઈ હતી.
આમ હૂંડિયામણની અનામતમાં તીવ્ર વધારો થવા માટે વિદેશી કરન્સીની અસ્ક્યામતમાં ઉછાળો પરિબળ બની રહ્યો છે. સૂચિત સપ્તાહ માટે વિદેશી ચલણની અસ્કયામત 4.423 અબજ ડૉલર ઊંચકાઈને 385.103 અબજ ડૉલરની થઈ હતી.
આમ અનામત ગયા સપ્તાહમાં પ્રથમવાર 400 અબજ ડૉલરની સપાટીને વટાવી ગઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer