કોઈ પણ દબાણ વિના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરો : ઉદ્ધવ ઠાકરે

 
કમલા મિલ કમ્પાઉન્ડની કરુણાંતિકા

મુંબઈ, તા. 6 : શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાલિકા કમિશનરને કમલા મિલની આગની ઘટના અંગે કોઈ પણ મોટા નેતાના દબાણમાં આવ્યા સિવાય ગેરકાયદે બાંધકામ પર કારવાઈ કરવા જણાવ્યું છે. તેમણે શનિવારે યોજેલી પત્રકાર પરિષદમાં આ ઉદ્ગારો કાઢ્યા હતા.
કમલા મિલ પ્રકરણે કારવાઈ અટકાવવા રાજકીય દબાણ થતું હોવાનું કમિશનર અજય મહેતાએ કહ્યા બાદ ઠાકરેએ આમ જણાવ્યું હતું. આ ઘટના બાદ મિલમાંના ગેરકાયદે બાંધકામ સામે કારવાઈ શરૂ કરાઈ તો એક રાજકીય નેતાએ પોતાના પર દબાણ મુક્યું હોવાનું કમિશનરે સભાગૃહમાં જણાવ્યું હતું. મહેતાએ આ નેતાનું નામ આપવાની ના પાડતાં કહ્યું હતું કે `હું સાંભળીશ બધાનું પણ કામ કાયદાનુસાર જ કરીશ અને તેથી જ મેં 17 ગેરકાયદે બાંધકામો તોડી પાડયા તેમ જ આવી રીતે જ આ કારવાઈ ચાલુ રહેશે. હું પીછેહઠ નહીં કરું.'
આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે `કમિશનરે કોઈના પણ દબાણને વશ થયા વિના ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કારવાઈ કરવી જરૂરી છે. શિવસેના તેમની સાથે છે.' તેમણે ભાજપને ટોણો મારતાં કહ્યું હતું કે `કમલા મિલ પ્રકરણમાં પબ ચાલકોને પકડવા ઇનામની જાહેરાત કરવી એ વધું પડતું છે. શું તેઓ આતંકવાદીઓ છે?

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer