ભાજપ ઐતિહાસિક જીત ભણી : વડા પ્રધાન

ભાજપ ઐતિહાસિક જીત ભણી : વડા પ્રધાન

`આભાર, ગુજરાત !' : મતદાન બાદ આભાર માનતા મોદી

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા,તા.9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ભારે મતદાન બાદ ગુજરાતના લોકોનો આભાર માન્યો હતો.
આભાર ગુજરાત! આજે ભારે સંખ્યામાં મતદાન કરવા બદલ ગુજરાતના મારા ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું. દરેક ગુજરાતીના સમર્થનને કારણે ભાજપ એક ઐતિહાસિક જીત ભણી જતો હોવાનું મને દેખાય છે એમ મોદીએ એક ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું. મોદીએ દિવસ દરમ્યાન ટ્વિટના માધ્યમથી લોકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ પણ કર્યો હતો. ગુજરાતના ધમધમતાં ચૂંટણી પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લુણાવાડા, બોડેલી અને આણંદ એમ ત્રણ જંગી જાહેરસભા સંબોધી હતી અને કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા હતા. 
કોંગ્રેસને આખા દેશે વિદાય આપી દીધી છે તેને આ ગુજરાતની પ્રજા કોઈકાળે નહીં પેસવા દે. અડધો રોટલો ખાઈને પણ કોંગ્રેસને ગુજરાતમાં પેસવા નહીં દે એમ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં જંગી સભાને સંબોધતાં જણાવ્યુ હતું. 
તેમણે સભાની શરૂઆત કેમ છો કરીને કરી હતી. હું બોડેલીમાં સાઈકલ લઈને ફરતો હતો. મારુ એ સૌભાગ્ય રહ્યુ છે. વર્ષો સુધી સમાજસેવામાં વ્યસ્ત રહ્યો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer