દીક્ષા લેતાં? પહેલાં સુરતની બે જૈન યુવતીઓનું છેલ્લીવાર મતદાન

દીક્ષા લેતાં? પહેલાં સુરતની બે જૈન યુવતીઓનું છેલ્લીવાર મતદાન

સુરત, તા. 9 : વિધાનસભા ચૂંટણીનાં મતદાનના પ્રથમ તબક્કામાં આજે સુરતમાં પણ મતદાન થયું હતું. ત્રણ માસ બાદ દીક્ષા ગ્રહણ કરનાર સુરતની બે જૈન યુવતીઓએ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરતાં મતદાન કરીને પોતાની ફરજ પૂરી કરી હતી. 
 શહેરના રાંદેર વિસ્તારની બે જૈન યુવતીઓ દોશી સિમોની અને દોશી સોનિકાની ત્રણ મહિના બાદ દીક્ષા યોજાવાની છે. જૈન ધર્મમાં દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાંસારિક જીવનનો ત્યાગ કરવામાં આવે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ જૈન સાધુ-સાધ્વીઓ મતદાન કરતાં નથી. સુરતની આ બન્ને યુવતીઓએ આજે દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં લોકશાહીના પર્વમાં એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવીને જીવનમાં અંતિમ વખત મતદાન કર્યું હતું. 
યુવતીઓ જ્યારે મતદાન કરવા મતદાન મથકે પહોંચી હતી ત્યારે મોટી સંખ્યામાં મતદારો તેની સાથે જોડાયા હતા. તેમ જ અડાજણના સ્થાનિક કૉર્પોરેટર અને જૈન અગ્રણી નીરવભાઈ શાહ પણ યુવતીઓ સાથે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. યુવતીઓ ત્રણ માસ બાદ દીક્ષા ગ્રહણ કરીને સાધુ જીવન વિતાવશે, પરંતુ એ પહેલાં સમાજમાં એક જાગૃત નાગરિક તરીકેની પોતાની તમામ ફરજો બજાવવાની અપીલ લોકોને કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer