ભરૂચમાંથી 50 કરોડની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ : ત્રણ શખસની ધરપકડ

ભરૂચમાંથી 50 કરોડની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ : ત્રણ શખસની ધરપકડ

ડીઆરઆઈનું સૌથી મોટું અૉપરેશન

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા,તા.9 : અમદાવાદ ડીઆરઆઈ દ્વારા દેશનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ભરૂચમાંથી 50 કરોડની માતબર રકમની જૂની ચલણની નોટો પકડવામાં આવી છે. 500 અને 1000ની જૂની ચલણી નોટો સાથે ત્રણ શખસોની ધરપકડ કરવામાં આવી છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર નોટબંધી બાદ આ ડીઆરઆઈનું  સૌથી મોટું ઓપરેશન કહી શકાય, જેમાં માતબર રકમ મળી આવી છે. આ અંગેની બાતમી મળી હતી જેના આધારે ડીઆરઆઈએ કાર્યવાહી કરી હતી. ભરૂચમાં ગુપ્ત રાહે ભરૂચના પનોલી જીઆઈડીસી ખાતેથી લાભુભાઈ ઝાલાવાડિયા સહિત ત્રણ લોકોને પકડી લેવાયા છે. હાલ આ શખસોની પૂછપરછ ચાલી રહી છે. આ રૂપિયા કોના હતા, કેવી રીતે તેમની પાસે આવ્યા હતા. 
આ નોટોનું શું કનેકશન છે તેની તપાસ કરાઈ રહી છે. આ નોટોનું કનેકશન બીજા રાજયો સાથે હોવાનું પણ અનુમાન લગાવી રહ્યા છે. ત્રણ શખસોની ધરપકડ 1. લાભુભાઈ ઝાલાવાડિયા . 2. સુરેશભાઈ ઝાલાવાડિયા, 3. કાન્તીભાઈ ઝાલાવાડિયાનો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer