ઈરાકમાંથી આઈએસનો ખાત્મો

ઈરાકમાંથી આઈએસનો ખાત્મો
 
વડા પ્રધાન હૈદર અલ અબાદીની યુદ્ધ સમાપ્તિની ઘોષણા

બગદાદ, તા. 9 : ઈરાકે પાછલા અમુક વર્ષોથી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સામે ચાલતું યુદ્ધ પૂર્ણ થયું હોવાનું એલાન કર્યું છે. સીરિયા બોર્ડર ઉપર આવેલા રણ વિસ્તારમાં આઈએસઆઈએસના ગઢનો સફાયો કર્યા બાદ ઈરાકના વડાપ્રધાન હૈદર અલ અબાદીએ યુદ્ધ સમાપ્ત થયું હોવાથી ઘોષણા કરી છે. હવે ટૂંક સમયમાં સીરિયામાંથી પણ આઈએસઆઈએસનો ખાત્મો થવાની સંભાવના છે. 
આ અગાઉ ઈરાકના વડાપ્રધાન અબાદીએ કહ્યું હતું કે, પશ્ચિમી રણ વિસ્તારમાંથી આઈએસઆઈએસનો ખાત્મો ન થાય ત્યાં સુધી યુદ્ધ પુરૂ થયાની જાહેરાત કરવામાં નહી આવે. ઈરાકની સેનાએ કહ્યું છે કે, સેના અને હશદ અલ શાબી મિલિશિયાએ નિનવેહ અને અનબર વચ્ચે આવેલા અલ ઝઝીરા ક્ષેત્રને આઈએસના કબજામાંથી મુક્ત કરાવવા માટે અભિયાન છેડયું છે. બીજી તરફ સીરિયા નજીકના રણ વિસ્તારમાં આઈએસની હાર બાદ ઈરાકનું એક પણ સ્થળ આઈએસના કબજામાં રહ્યું નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer