નડાલ અને મુગુરુઝા વર્ષના શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી જાહેર થયાં

નડાલ અને મુગુરુઝા વર્ષના શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી જાહેર થયાં
 
લંડન, તા.9 : સ્પેનના રાફેલ નડાલ અને ગર્બાઇન મુગુરુઝા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ) દ્રારા વર્ષ 2017ના શ્રેષ્ઠ ખેલાડી જાહેર થયા છે. પાછલા 19 વર્ષમાં પહેલીવાર એક જ દેશના પુરુષ અને મહિલા ખેલાડીને ચેમ્પિયન ખેલાડીનો પુરસ્કાર મળ્યો છે. નડાલે તેની કારકિર્દીમાં આ ત્રીજીવાર સન્માન મેળવ્યું છે. આ વર્ષે તેણે યુએસ ઓપન અને ફ્રેંચ ઓપનના ટાઇટલ જીત્યા છે. જયારે મુગુરુઝાએ વિમ્બલ્ડન પર કબજો જમાવ્યો હતો. તે વિશ્વ ક્રમાંકમાં સિમોના હાલેપ પછી બીજા નંબર પર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer