...ને ધોનીએ પ્રેક્ટિસ દરમિયાન ઝડપી બૉલિંગ કરીને ચોંકાવ્યા

...ને ધોનીએ પ્રેક્ટિસ દરમિયાન ઝડપી બૉલિંગ કરીને ચોંકાવ્યા

ધર્માશાલા વન-ડે પહેલાં નવા રૂપમાં દેખાયો : બેટધરોને કરાવી પ્રેક્ટિસ

ધર્મશાલા, તા. 9 : ભારતીય ટીમ પોતાના નિયમિત કપ્તાન વિરાટ કોહલી વિના કાલથી શ્રીલંકાની સામે શરૂ થનારી ત્રણ મેચોની  વન-ડે શ્રેણીમાં એક વધુ `વ્હાઇટવોશ' કરવા મેદાને ઉતરશે.
ધર્મશાલાના હિમાચલપ્રદેશ ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમ (એચપીસીએ)માં પહેલી વન-ડે રમવામાં આવશે.
મેચ ઠંડા હવામાનમાં સવારે 11 વાગ્યે શરૂ થશે અને ઉછાળભરી પિચ પર ટોસ મહત્ત્વનો સાબિત થઇ શકે છે. મેચના એક દિવસ પહેલાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પોતાના નવા રૂપમાં દેખાયો હતો.
વિકેટકીપિંગમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂકેલા ધોનીને આ પહેલાં લેગ સ્પિન કરતો જરૂર જોવામાં આવ્યો છે, પરંતુ તે ઝડપી ગોલંદાજી પણ કરી શકે છે.
એચપીસીએ સ્ટેડિયમમાં અભ્યાસ દરમ્યાન તેણે નેટ પર પોતાના સાથી ખેલાડીઓને ઝડપી બોલ ફેંકીને પ્રેક્ટિસ કરાવી હતી.
હવે ધોની માટે કાલે પોતાની બેટિંગને વધુ લયમાં લાવવાનો પડકાર બનશે. ન્યૂઝીલેન્ડની સામે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં તે ઝઝુમતો દેખાયો હતો, જેમાં ટીમ 40 રનથી હારી ગઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer