શ્રીલંકાએ હંબનટોટા બંદર ચીનને સોંપ્યું


કોલંબો, તા. 9 : શ્રીલંકાએ રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ હંબનટોટા બંદર ઔપચારીક રીતે ચીનને 99 વર્ષના ભાડાપટ્ટે સોંપી દીધું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે ચાઈના મર્ચન્ટ્સ પોર્ટ હોલ્ડિંગ કંપનીને સોંપાયેલા હંબનટોટા બંદર આસપાસના રોકાણ ક્ષેત્રને શ્રીલંકા પોર્ટ અથોરીટી નિયંત્રીત કરશે. ગત વર્ષે શ્રીલંકાના રક્ષામંત્રી રવિ કરણનાયકેએ કહ્યું હતું કે, શ્રીલંકા ઉપર ચીનનું 8 અબજ ડોલરનું ઋણ છે. હસ્તાંતરણ કાર્યક્રમ દરમિયાન શ્રીલંકાના વડાપ્રધાને પણ ઉલ્લેખ કર્યો હતો કે, હંબનટોટા બંદર મારફતે શ્રીલંકાએ દેવું પરત આપવાની શરૂઆત કરી દીધી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer