બૅન્ક ફડચામાં જાય ત્યારે ખાતેદારોની રકમ જપ્ત થવાની અફવા

 
સરકાર પ્રસ્તાવિત ખરડામાં ખાતેદારોને વધુ રક્ષણ આપવા માગે છે

નવી દિલ્હી, તા. 9 : એક એવી અફવાને કારણે બૅન્ક ખાતેદારોમાં ગભરાટ ફેલાયો છે કે બૅન્ક ઊઠી જાય તો તેવા સંજોગોમાં ખાતેદારોનાં ખાતામાં જમા રકમમાંથી નાણાં ઉપાડીને તે તેના કરજદારોને ચૂકવી શકે તેવો સુધારો કાયદામાં આવી રહ્યો છે.
પરંતુ આ અફવાનું સ્પષ્ટ ખંડન કરતાં સૂત્રોએ કહ્યું કે આવી કોઈ દરખાસ્ત નથી. ઊલટું, સરકાર ખરડામાં ખાતેદારોને વધુ રક્ષણ આપતી જોગવાઈ કરવા માગે છે. ફાઈનાન્શિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ (એફઆરડીઆઇ) અંતર્ગત બૅન્ક ખાતાને નાદારી પ્રક્રિયા સમયે સલામતી મળે છે. પ્રસ્તુત ખરડામાં બૅન્ક ડિપોઝિટ જેવા વીમા કવચ વિનાના દાવાને ચુકવણી માટે અગ્રતાની યાદીમાં મૂકવાની જોગવાઈ છે. બૅન્ક ઉપર નાદારી પ્રક્રિયા થાય તો તેમાં ખાતા ધરાવનાર દરેક વ્યક્તિની રૂા.1 લાખ સુધીની ડિપોઝિટ વીમો છે. આનાથી વધુ રકમ ધરાવતી ડિપોઝિટનું પણ ક્લેમ કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવશે, તેવું સૂત્રોએ કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer