આર્મી જવાનના અંતિમસંસ્કાર બાદ તેની વાગ્દત્તાએ આત્મહત્યા કરી!


દેવાસ (મધ્યપ્રદેશ), તા.9 (પીટીઆઇ) : કાશ્મીરમાં અકસ્માતે ગોળી છૂટતા મૃત્યુ પામનારા 26 વર્ષના આર્મી જવાન નીલેશ ધાકડની 22 વર્ષની વાગ્દત્તા જ્યોતિએ આત્મહત્યા કરી લીધી હોવાનો કેસ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બારખેડ ગામે નોંધાયો છે.
હાટપિપળિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી એસ ગોરાએ જણાવ્યું હતું કે નીલેશ અને જ્યોતિની સગાઇ થયેલી હતી અને આવતા એપ્રિલમાં તેમના લગ્ન થવાના હતા. પરંતુ કમનસીબે કાશ્મીરમાં અકસ્માતે ગોળી વાગી જતા નીલેશનું મૃત્યુ થયું હતું અને તેના વિરહમાં જ્યોતિએ પણ આત્મહત્યા કરી હોવાનો કેસ નોંધાયો છે. ગોરાના જણાવ્યા પ્રમાણે ગુરુવારે નીલેશના અંતિમસંસ્કાર સંપન્ન કરાયા ત્યારથી જ જ્યોતિ સૂનમુન થઇ ગઇ હતી અને આજે તેના ઘરના પંખા સાથે લટકતી હાલતમાં જ્યોતિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer