લેહમાં માઇનસ 13 ડિગ્રી સાથે જનજીવન ડંખીલા ઠારથી ઠર્યું

 
ત્રણ દિવસ હિમવર્ષાનો વર્તારો

શ્રીનગર, તા. 9 : જમ્મુ અને કાશ્મીરમાં આજે વાદળોના આવરણનાં કારણે ઉષ્ણતામાપક પારો ઊંચો ગયો હતો, પરંતુ લેહ માઇનસ 13 ડિગ્રી સેલ્સીયસ સાથે થીજી જતાં જનજીવન કાતિલ ઠારમાં ઠૂંઠવાયું હતું જેના પગલે ઉત્તરીય પવનોના પ્રભાવથી કચ્છ સહિત ગુજરાતમાં ફરી ટાઢોડું જામવાના સંકેત સ્પષ્ટ મળે છે.
દરમ્યાન, પશ્ચિમી વિક્ષોભની અસર તળે કાશ્મીર રાજ્યમાં આવતીકાલ રવિવારની રાતથી ત્રણ દિવસ સુધી વરસાદ અને હિમપ્રપાતની શક્યતા છે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો હતો. લેહ બાદ કારગીલ માઇનસ 8.4 ડિગ્રી સેલ્સીયસ સાથે કાશ્મીરમાં સૌથી વધુ ઠર્યું હતું. ડંખીલા ઠારમાં થરથરી ઉઠેલા જનજીવનને ભારે પરેશાની વેઠવી પડી હતી.
રવિવારથી ત્રણ દિવસ સુધીના ગાળા દરમ્યાન ખાસ કરીને જમ્મુ તેમજ લદ્દાખ ક્ષેત્રોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer