વેપારીઓ કાયદાને જાણીને પછી જ શટર લાઈસન્સ લે : વિરેન શાહ


`દુકાનની બહાર ફૂટપાથ પર પડતા શટર માટે લાઈસન્સની જરૂર નથી'
 
અમારા પ્ર્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : દુકાનની અંદર શટર હોય તો વેપારીઓએ શટર લાઈસન્સ લેવાની જરૂર નથી. ઉપરાંત શટર દુકાનની બહાર ફૂટપાથ ઉપર પડતું હોય અને 12 ફૂટ કરતાં વધારે ઊંચું હોય તોપણ તેઓને પણ શટર લાઈસન્સ લેવાની જરૂર નથી, એમ ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું છે.
વિરેન શાહે અખબારી યાદીમાં જણાવ્યું છે કે મુંબઈ મહાપાલિકાના અધિકારીઓ કેટલાક વેપારીઓને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરે છે. વેપારીઓએ પાલિકાના અધિકારીઓને લાંચ રુશવત આપવાનો ટૂંકો રસ્તો અપનાવવો ન જોઇએ. તેના બદલે વેપારીઓએ કાયદાની જોગવાઈઓ જાણવી અને સમજવી જોઇએ. જે વેપારીઓ અથવા દુકાનદારોનું શટર બહાર ફૂટપાથ ઉપર પડતું હોય અને શટરની ઊંચાઈ બાર ફૂટ કરતાં ઓછી હોય તોપણ તેઓએ શટર લાઈસન્સ લેવાની આવશ્યકતા નથી એમ વિરેન શાહે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer