નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં

નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં
 
આજે સુરેન્દ્રનગર, રાજકોટ અને કાલે ભાવનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રચારસભા સંબોધશે

અમદાવાદ, દિલ્હી તા.2: વડાપ્રધાન નરેંદ્ર મોદી ગુજરાતમાં પ્રચંડ અને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવા ફરી આવતીકાલે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે ત્યારે મોદી ત્રીજી અને ચોથી ડિસેમ્બરના દિવસે ફરીએકવાર આક્રમક પ્રચાર કરવા પહોંચી રહ્યા છે.
નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજ મોદી આવતીકાલે ત્રીજીએ ભરુચ, સુરેદ્રનગર અને રાજકોટમાં વિકાસ સભા કરશે. ચોથીએ ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં રેલીઓ કરશે. આ રેલી દરમિયાન મોદી પોતાના આક્રમક અંદાજમાં સરકારની વિકાસ કામગીરી અને કોંગ્રેસ પાર્ટીની વર્ષોની નિષ્ફળતાઓનો મુદ્દો ફરીએકવાર રજૂ કરશે. રાજયમાં આગામી 9 ડિસેમ્બરના રોજ પહેલા તબકકાની 89 બેઠકો માટે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે એવા સમયે વડાપ્રધાન નરેદ્ર મોદી  3 અને 4 ડિસેમ્બરના રોજ ફરી એક વખત પહેલા તબકકાના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા અનેક સભા કરી કરનાર છે. રાજયમાં આગામી 9 તેમજ 14 ડિસેમ્બર દરમિયાન બે તબકકામા યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે. આ અગાઉ વડાપ્રધાન નરેદ્ર મોદી આગામી 6 થી 12 ડિસેમ્બર દરમિયાન રાજયના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચશે.જ્યા તેઓ 24થી વધુ જાહેરસભાઓને સંબોધવા ઉપરાંત અનેક શહેરોમા રેલી અને રોડ શો પણ કરશે.
વિધાનસભાની બે તબકકામાં 9 અને 14 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો  ઉપર યોજાનારી ચૂંટણી માટે પ્રચાર અને પ્રસાર કાર્ય હાલ ચરમસીમા ઉપર પહોંચ્યુ છે ત્યારે વડાપ્રધાન નરેદ્ર મોદી આ માસમાં 27 અને 29 નવેમ્બર એમ બે દિવસ રાજયના વિવિધ મત વિસ્તારોમાં પ્રચાર પ્રવાસ પુરો કરી ગયા બાદ ફરી એક વખત 3 અને 4 ડિસેમ્બરના રોજ રાજયમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેમના આ બે દિવસના પ્રવાસમાં કુલ મળીને સાત જાહેરસભાઓને સંબોધિત કરશે.જેમાં 3 ડિસેમ્બરના રોજ ભરૂચમાં સવારે 10.30 કલાકે,સુરેદ્રનગરમાં બપોરે 12.30 કલાકે, અને રાજકોટમાં સાંજે 7.30 કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.આ દરમિયાન અમદાવાદ ખાતે સાંજે પાંચ કલાકે એસજીવીપીમાં શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હોસ્પિટલનું ઉદ્દઘાટન પણ કરશે.4 ડિસેમ્બરના રોજ ધરમપુર ખાતે સવારે 10 કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.ભાવનગરમાં બપોરે 12 કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.જૂનાગઢ ખાતે બપોરે 2 કલાકે જાહેરસભાને સંબોધિત કરશે જ્યારે જામનગરમાં સાંજે 4 કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer