`બહારના''ઓની પ્રશંસા કરવા બદલ ફડણવીસને વખોડતી સેના

`બહારના''ઓની પ્રશંસા કરવા બદલ ફડણવીસને વખોડતી સેના
 
મુંબઈ, તા. 2 (પીટીઆઈ): શિવસેનાએ આજે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના વિકાસમાં `બહારનાઓ'ના પ્રધાનની પ્રશંસા કરતું પોતાનું `બેજવાબદાર' નિવેદન પાછું ખેંચી લેવું જોઈએ.
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતિ સરકાર ચલાવતી શિવસેના વિવિધ મુદ્દે વારંવાર ભાજપ સાથે બાખડી પડે છે. સેનાના મુખપત્ર `સામના'માં જણાવાયું હતું કે મુંબઈ પર `મરાઠી માણૂસ'નો પહેલો અધિકાર અને દાવો છે અને ફડણવીસનું નિવેદન એ મહારાષ્ટ્રનું અપમાન છે.
ફડણવીસે મુંબઈના વિકાસમાં ઉત્તર ભારતીયો અને અન્ય રાજ્યોના લોકોએ આપેલા ફાળા બદલ તેમની પ્રશંસા કરી હતી. 
તેમણે ગત બુધવારે ઘાટકોપરમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં આ નિવેદન કર્યું તેથી શિવસેના છંછેડાઈ હતી.
દરમિયાન ભાજપના એક નેતાએ કહ્યું હતું કે `મુંબઈમાં સ્થાયી થનારા ઉત્તર ભારતીયોએ હંમેશાં શહેરની પ્રતિષ્ઠા વધે એવા જ કામો કર્યાં છે.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer