બાંધકામ હેઠળ બિલ્ડિંગના 75મા માળે સેલ્ફી લેનારો કાનૂની અડચણમાં!

બાંધકામ હેઠળ બિલ્ડિંગના 75મા માળે સેલ્ફી લેનારો કાનૂની અડચણમાં!

મુંબઈ, તા. 2 : બાંધકામ હેઠળની બિલ્ડિંગોની દીવાલો પર સેફ્ટી-ગિયર વિના ચાલનારા એક 17 વર્ષીય યુવકનો વીડિયો યુ-ટયૂબ પર વાઇરલ થયા બાદ તે પોલીસની નજરમાં આવી ગયો છે અને પોલીસે તેને બે દિવસ પૂર્વે સમન્સ જારી કરવા છતાં તે હાજર નહીં થયો હોવાથી કાનૂની અડચણમાં સપડાઈ શકે છે.
પ્રણવ ચવાણ નામનો આ ફર્સ્ટ-યર મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છેલ્લાં થોડાંક અઠવાડિયાઓથી મુંબઈની બાંધકામ હેઠળની બહુમાળી બિલ્ડિંગોમાં આવા દિલધડક કારનામા કરી રહ્યો છે.
પરેલમાં રહેતો પ્રણવ પોતાને ભારતનો આ પ્રકારનો એકમાત્ર શહેરી કલાઇમ્બર ગણાવે છે અને બિલ્ડિંગોના છજ્જા પર તેમ જ તેની ધાર પર તે સેલ્ફી-સ્ટીક લઈ પોતાની વીડિયોગ્રાફી કરે છે અને યુ-ટયૂબ, ઇન્સ્ટાગ્રામ તેમ જ વૉટ્સએપ પર મોકલે છે.
તેણે 75 માળના લોઢા ધી પાર્ક તેમ જ વરલી ઓમકાર 1973 સહિત લોઅર પરેલ અને વરલીની ત્રણ બિલ્ડિંગોમાં પોતાના આવા પરાક્રમના વીડિયો ઉતાર્યા છે.
દરમિયાન વરલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન દેસુરકરે જણાવ્યું હતું કે `અમે ચવાણ સામે કોઈ કેસ નથી નોંધ્યો કે નથી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer