વિરાટના વિક્રમોની વણજાર

વિરાટના વિક્રમોની વણજાર
 
સૌથી ઝડપી 16000 આંતરરાષ્ટ્રીય રન : કપ્તાન તરીકે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 3 સદીનો વિક્રમ

નવી દિલ્હી, 2 : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિકેટના તમામ ત્રણેય સ્વરૂપમાં એક પછી એક વિક્રમ સર્જવાનો સિલસિલો જારી રાખ્યો છે. તે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ત્રણ સદી ફટકારનારો પહેલો કપ્તાન બન્યો છે. 105મા દાવમાં 5000 રન પૂરા કર્યા હતા અને સૌથી ઝડપી 16000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારો બેટધર બન્યો હતો. 
વિરાટે 350મી ઇનિંગ્સમાં 16000 રન કરીને આમલાનો રેકોર્ડ તોડયો હતો. આમલાએ 363 દાવમાં આ સિદ્ધિ મેળવી હતી.
કોહલીના સંબંધમાં હવે પૂર્વ ક્રિકેટરો અને વર્તમાન સ્ટાર ખેલાડીઓ પણ કહેવા લાગી ગયા છે કે તે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ સર્જી શકશે જે હજુ સુધી કોઇ સર્જી શક્યા નથી. વિરાટ  સચિન તેંડુલકરના વિક્રમોને પણ  તોડી દે તેવી શક્યતા હવે વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરાટ કોહલી આજે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં વધુ એક સદી કરવામાં સફળ રહ્યો હતો. તે આજે ટેસ્ટ ક્રિકેટની પોતાની કેરિયરની 20મી સદી ફટકારી ગયો હતો. તે સતત શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે પ્રથમ ઇનિંગ્સમાં ખાતું ખોલ્યા વગર શૂન્યમાં આઉટ થયા બાદ સતત  ત્રણ સદી કરી ચૂક્યો છે. તે કોલકાતા ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં  અણનમ 104 રન કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે નાગપુર ટેસ્ટમાં 213 રન કરીને રેકોર્ડ સર્જ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer