એસીઝ : બીજી ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે અૉસ્ટ્રેલિયાના ચાર વિકેટે 209

એસીઝ : બીજી ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે અૉસ્ટ્રેલિયાના ચાર વિકેટે 209

એડિલેડ,તા. 2:  એડિલેડ ઓવલ ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે ખરાબ હવામાન અને વરસાદ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં ચાર વિકેટે 209 રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે હેન્ડસકોમ્બ 36 રન અને શોન માર્શ 20  રન સાથે રમતમાં હતા. વરસાદના કારણે નવ ઓવર ઓછી રમાઇ હતી. જો કે યજમાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ધીમી  બાટિંગ કરીને તમામને નિરાશ કર્યા હતા.  બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે  10 વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર 1-0ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના 170 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા. મેન ઓફ દ મેચ તરીકે સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે શાનદાર સદી ફટકારી હતી અને ટેસ્ટ કેરિયરની 20મી સદી પુરી કરી હતી.
પતન  : 1-33, 2-86, 3-139, 4-161,  બાલિંગ : એન્ડરસન : 20-3-45-1. ઝરોડ : 19-7-39-0, વોક્સ : 15-2-50-1, ઓવરટન : 17-3-47-1 , અલી : 10-1-25-0
સ્કોર બોર્ડ : એડિલેડ ટેસ્ટ 
ઓસ્ટ્રેલિયા                                              પ્રથમ દાવ  
બેનક્રોફટ        રન આઉટ                          10 
વોર્નર            કો. બેરશો બો. વોક્સ            47 
ખ્વાજા           કો.વિન્સ બો. એન્ડરસન        53 
સ્મીથ            બો. ઓવરટન                      40 
હેન્ડસકોમ્બ     અણનમ                             36 
શોન માર્શ       અણનમ                             20 
વધારાના                                                03 
કુલ                (81ઓવરમાં ચાર વિકેટે )     209

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer