ફિફા વર્લ્ડ કપ ડ્રો : ચૅમ્પિયન જર્મની ગ્રુપ એફમાં રમશે

ફિફા વર્લ્ડ કપ ડ્રો : ચૅમ્પિયન જર્મની ગ્રુપ એફમાં રમશે

32 ટીમને અલગ-અલગ 8 ગ્રુપમાં વહેંચવામાં આવી

નવી દિલ્હી, તા. 2 : આવતા વર્ષે રશિયામાં યોજાનારા ફીફા વર્લ્ડકપ માટે ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોમાં ચેમ્પિયન જર્મનીને ગ્રુપ એફમાં રાખવામાં આવ્યું છે. જર્મની સાથે મેક્સિકો, સ્વીડન અને દક્ષિણ કોરિયાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 2010ની ચેમ્પિયન ટીમ સ્પેન, પોર્ટુગલ,  મોરોક્કો અને ઈરાન ગ્રુપ બીમાં રમશે. મોસ્કોના ક્રેમિનલમાં આયોજીત એક કાર્યક્રમમાં ફીફા વર્લ્ડકપની ટીમોનો ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં 32 ટીમોને કુલ આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ફીફા વર્લ્ડ કપની ફૂટબોલ રસિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ અહેવાલો બહાર પડયા હતા કે વર્લ્ડ કપ માટેના ડ્રો પહેલા જ ફીફા વર્લ્ડ કપની 742760 ટિકિટો વેંચાઈ ગઈ છે. 
ગ્રુપ એ : રશિયા, ઉરૂગ્વે, ઈજીપ્ત, સાઉદી અરબ
ગ્રુપ બી : સ્પેન, પોર્ટુગલ, મોરોક્કો, ઈરાન
ગ્રુપ સી : ફ્રાન્સ, પેરુ, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા
ગ્રુપ ડી : આર્જેન્ટીના, ક્રોએશિયા, આઈસલેન્ડ, નાઈજીરિયા
ગ્રુપ ઈ : બ્રાજીલ, સ્વિત્ઝરલેન્ડ, કોસ્ટા રીકા, સર્બિયા
ગ્રુપ એફ : જર્મની, મેક્સિકો, સ્વીડન, સાઉથ કોરિયા
ગ્રુપ જી : બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, ટયૂનીશિયા, પનામા
ગ્રુપ એચ : પોલેન્ડ, કોલંબિયા, સેનેગલ, જાપાન

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer