વેલિંગ્ટન ટેસ્ટમાં કિવી મજબૂત સ્થિતિ ભણી

વેલિંગ્ટન ટેસ્ટમાં કિવી મજબૂત સ્થિતિ ભણી

ગ્રાન્ડહોમની સદી અને ટેલરના 93 થકી પ્રથમ દાવમાં 9 વિકેટે 447

વાલિંગ્ટન,તા. 2 : વાલિંગ્ટન ખાતે શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે યજમાન ન્યુઝીલેન્ડે  મજબુત બનાવી લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવમાં માત્ર 134 રનમાં જવાબમાં નવ  વિકેટે 447 રન બનાવીને મજબૂત સ્થિતિ ભણી આગેકૂચ કરી હતી.
 રોસ ટેલરે નર્વસ નાઇન્ટીનો શિકાર થયો હતો. તે 93 રન કર્યા બાદ રોશની બાલિંગમાં આઉટ થયો હતો. જ્યારે નિકોલસે 67 રન કર્યા હતા.ઓલરાઉન્ડર ગ્રાન્ડ હોમે 105 રન કરીને પોતાની ટીમની સ્થિતિને મજબુત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. કિવી હવે વેસ્ટ ઇન્ડિઝ પર તેની હવે 313 રનની નિર્ણાયક સરસાઇ ધરાવે છે. ગઇકાલે  પ્રથમ દિવસે વિન્ડિઝની ટીમનો આજે જોરદાર ધબડકો થયો હતો. વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર 134 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી વાગનરે 39 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. 
ટૂકું સ્કોર બોર્ડ :
ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : બ્લન્ડેલ (દાવમાં) 57  વાગનર 03,  હેનર  04,  બોલ્ટ (દાવમાં) 02 વધારાના 19 
કુલ (127 ઓવરમાં) 447 
પતન  : 1-65, 2-68, 3-109, 4-236, 5-272, 6-281, 7-429, 8-437, 9-442,  
બાલિંગ : ગેબ્રિયલ : 80-1, રોચ : 73-3, કમિન્સ : 74-2, હોલડર : 85-1, ચેઝ : 83-2, બ્રેથવેટ : 46-0.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer