દિલરુવાન પરેરાએ 100 વિકેટ લઈ મુરલીધરનનો રેકર્ડ તોડયો

દિલરુવાન પરેરાએ 100 વિકેટ લઈ મુરલીધરનનો રેકર્ડ તોડયો

નવી દિલ્હી, તા. 2 : દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાતા ભારત અને શ્રીલંકા વચ્ચેના ત્રીજા ટેસ્ટમાં ક્રિકેટ જગતના નવા રેકોર્ડ બની રહ્યા છે. એક તરફ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા છે. તો બીજી તરફ શ્રીલંકા તરફથી સ્પિનર દિલરુવાન પરેરાએ 100 વિકેટ ખેડવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શ્રીલંકાના ઓફ સ્પિનર પરેરાએ શિખર ધવનને આઉટ કરીને ક્રિકેટમાં સૌથી ઓછા મેચમાં 100 વિકેટ મેળવવાની સિધ્ધિ પોતાના નામે કરી છે. પરેરાએ 25 ટેસ્ટ મેચમાં 100 વિકેટ લઈને દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનનો 27 મેચમાં 100 વિકેટ ઝડપવાનો રેકોર્ડ તોડયો છે. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer