ભારત આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંગઠન કાઉન્સિલમાં ફરી ચૂંટાયું

 
લંડન, તા.2 : દરિયાજનિત વ્યાપારમાં સર્વાધિક હિત ધરાવતા રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરતી શ્રેણી હેઠળ ભારત ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલમાં ફરી એક વખત ચુંટાઈ આવ્યું છે.
સંગઠનની ગઈકાલે યોજાયેલી એસેમ્બલીમાં ભારતની શ્રેણી-બીમાં ફરી વખત વરણી કરવામાં આવી હતી.
ભારતના યુકે ખાતેના હાઈ કમિશનર વાય.કે. સિંહાએ એસેમ્બલી ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં ભારતે સભ્ય રાષ્ટ્રોના સૌથી વધુ 144 મત મેળવ્યા હતા. જર્મનીને 146 અને ઓસ્ટ્રેલિયાને 143 મત મળ્યા હતા. જે અન્ય રાષ્ટ્રો ચુંટાઈ આવ્યા તેમાં ફ્રાન્સ (140 મત), કેનેડા (138), સ્પેન (137), બ્રાઝિલ (131), સ્વીડન (129), ધ નેધરલેન્ડસ (124) અને યુએઈ (115)નો સમાવેશ થાય છે.
કેન્દ્રીય શિપિંગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ તેમની આ સપ્તાહની લંડન યાત્રા દરમ્યાન ભારતની ઉમેદવારી નોંધાવી હતી.. તેમણે સંગઠનને એ ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત આઈએમઓના હેતુઓ સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer