વિદેશી હૂંડિયામણની અનામત વધીને 400.74 અબજ ડૉલર થઈ


મુંબઈ, તા. 2 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 14મી નવેમ્બર, 2017ના સપ્તાહ માટે 400 અબજ ડૉલરની સપાટીને વટાવી ગઈ હતી, એટલે કે હૂંડિયાણની અનામત 1.208 અબજ ડૉલર વધીને 400.74 અબજ ડૉલર થઈ હતી.
તેના આગલા સપ્તાહે અનામત 2404 લાખ ડૉલર વધીને 399.53 અબજ ડૉલરની સપાટીએ હતી. ફોરેન કરન્સી એસેટસમાં વૃદ્ધિનું આ પરિણામ મનાય છે. ફોરેન કરન્સી રિઝર્વ્સ 1.21 અબજ ડૉલર વધીને 376.30 અબજ ડૉલરની થઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer