લખવીના ભત્રીજા સહિત છ આતંકવાદી ઠાર : એક જવાન શહીદ

લખવીના ભત્રીજા સહિત છ આતંકવાદી ઠાર : એક જવાન શહીદ
 

કાશ્મીરમાં ભારતીય લશ્કરને મોટી સફળતાશ્રીનગર, તા. 18 : જમ્મુ કાશ્મીરના બાંદીપોરમાં સેનાના એક સંયુક્ત ઓપરેશનમાં 6 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં 26/11ના મુંબઈ ટેરર એટેકના સૂત્રધાર ઝકીઉર રહેમાન લખવીના ભત્રીજા ઓવૈદ પણ માર્યો ગયો હતો. બાંદીપોરામાં અથડામણ બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ સાથેની આ અથડામણમાં વાયુસેનાના એક ગરૂડ કમાન્ડો શહીદ થયા

છે અને બે જવાનોને ઈજા પહોંચી છે. અથડામણ બાદ તંગદીલીને ધ્યાને લઈને બાંદીપોરામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

કાશ્મીરમાં સેના દ્વારા આતંકી સંગઠનો સામે ઓપરેશન છેડવામાં આવ્યું છે. જેના અંતર્ગત આતંકીઓને શોધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે બાંદીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સેનાએ હાજીન ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કરતા અથડામણ શરૂ થઈ હતી. ગોળીબારના જવાબમાં સેનાએ કરેલી કાર્યવાહીમાં 6 આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. બીજી તરફ સેનાના એક જવાન શહીદ થયા છે અને બેને ઈજા પહોંચી છે. આતંકીઓ સામેના આ ઓપરેશનમાં રાષ્ટ્રીય રાઈફલની 13મી બટાલીયન, જમ્મૂ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો જોડાયા હતા. ગઈકાલે જાકુરા હજાતબલમાં પણ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer