ગુજરાત ચૂંટણી પહેલાં જ રાહુલ કૉંગ્રેસ-સુકાની ?

ગુજરાત ચૂંટણી પહેલાં જ રાહુલ કૉંગ્રેસ-સુકાની ?

સોનિયા ગાંધીએ કાલે યોજી કારોબારી સમિતિની બેઠક 

નવી દિલ્હી, તા. 18:  ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાહુલ ગાંધીને કોંગ્રેસ પ્રમુખ બનાવી દેવામાં આવશે ? સંકેત જો કે એવા જ મળી રહ્યા છે કારણ કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સોમવારે કોંગ્રેસ કારોબારી સમિતિ (સીડબ્લ્યુસી)ની બેઠક યોજી છે. કોંગ્રેસ પ્રમુખપદ માટેના ચૂંટણી કાર્યક્રમને મંજૂરી આપવાના હેતુથી આ બેઠક તેમણે પોતાના આવાસ -દસ, જનપથ ખાતે યોજી છે. પ્રમુખપદ માટે રાહુલ એકમાત્ર ઉમેદવાર હોવા સંભાવના છે. વળી પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી ગુલામ નબી આઝાદે પણ રાહુલ ચાલુ વર્ષમાં જ પક્ષનું સુકાન સંભાળશે અને આ અંગેનો નિર્ણય પક્ષમાં લેવાઈ પણ ચૂકયો છે એમ જણાવ્યુ હતું. તે જોતાં ગમે ત્યારે રાહુલને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાનું એલાન થાય તેમ છે.
અગાઉ દિવાળી બાદ આ તાજપોષી થશે એવા સંકેત બાદ મામલો ટાળવામાં આવતો રહ્યો. પછી એવા અહેવાલ આવતા રહ્યા કે ગુજરાત-હિમાચલની ચૂંટણી બાદ રાહુલને પક્ષપ્રમુખ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer