મૂડી''સનાં રેટિંગ સુધારા પર મનમોહને કરી ટીકા

મૂડી''સનાં રેટિંગ સુધારા પર મનમોહને કરી ટીકા

`હજુ આર્થિક મુશ્કેલી ઓછી નથી થઇ'

કોચી, તા. 18 : વૈશ્વિક રેટીંગ એજન્સી મૂડીઝ દ્વારા 13 વર્ષ બાદ ભારતની રેટીંગ સુધરતાં જ ભલે મોદી સરકાર ગદગદીત થઈ હોય, પરંતુ વિપક્ષ અર્થવ્યવસ્થાના મુદે સરકારને માફ કરવાના મુડમાં નથી.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શનિવારે કહ્યું કે, એનડીએ સરકારે એ ગેરસમજમાં ન રહેવું જોઈએ કે, અર્થવ્યવસ્થા સંકટમાં બહાર આવી ગઈ છે. મૂડીઝ દ્વારા દેશની રેટિંગ એજન્સી વધારવા પર પોતાની પ્રતિક્રિયામાં તેમણે આ વાત કરી હતી. આ ઉપરાંત પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પણ સરકારની ઉજવણી પર નિશાન સાધતાં યાદ અપાવ્યું કે, આ જ સરકાર મૂડીઝની રેટિંગ પ્રક્રિયાને ખોટી ગણાવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી રેટીંગ એજન્સીએ ભારતની ક્રેડિટ રેટિંગ એટલે કે બજારમાં શાખને `બીએએથ્રી' થી વધારીને `બીએએટુ' કરી દીધી છે. સાથે જ રેટિંગ પરિદ્રશ્યને સકારાત્મકમાંથી સ્થિર કરી નાખ્યું છે. જેમાં તેમણે કારણ આપ્યું છે કે, સુધારાથી વધતા ઋણ સંકટને સ્થિર કરવામાં મદદ મળશે. તેમણે પ્રતિક્રિયા આપી હતી કે, `મને ખુશી છે કે, મૂડિઝે એજ કર્યું છે, જે તેમણે કરવું જોઈએ, પરંતુ આપણે એ ભુલમાં ન રહેવું જોઈએ આપણે મુશ્કેલીમાંથી બહાર આવી ગયા છીએ.'
`ભારતમાં બૃહદ આર્થિક ઘટનાઓ, નીતિ વિષયક પરિપ્રેક્ષ્યમા' એ વિષયે એક રાષ્ટ્રીય સેમિનારમાં તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને મજબૂત ઉદેશ્યપુર્ણ દિશાનિર્દેશની જરુર છે, જેથી દેશ 8થી 10 ટકાના વૃધ્ધિદરની તરફ વધી શકે, જે સરકાર ખુદ ઈચ્છે છે. આ કાર્યક્રમનું આયોજન સેંટ ટેરેસાસ  કોલેજ, એર્નાકુલમે આયોજિત કર્યું હતું.
દરમ્યાન, પી. ચિદમ્બરમે રેટિંગમાં સુધારા અંગે સરકારની પ્રતિક્રિયાની મજાક ઉડાડતાં કહયું કે, આ સરકાર માટે મૂડિઝ 2016 સુધી જ ખરાબ હતી. મૂડિઝ દ્વારા તેજ વૃધ્ધિ વિષે પુછાયેલા પ્રશ્ન પર ચિદમ્બરમે કહયું કે, આ એજન્સી અને સરકારનું ચાલુ નાણાકીય વર્ષનું વિકાસ દર અનુમાન 6.7 ટકા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer