અરુણાચલ પ્રદેશ નજીક 6.4નો ભૂકંપ


બીજિંગ/નવી દિલ્હી, તા. 18 : ભારત-ચીન સીમા પર અરુણાચલ પ્રદેશ નજીક આજે સવારે રિખ્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકા અનુભવાયો હતો. જેનાથી નીંગચી શહેર અને તિબેટના આસપાસ વિસ્તારોમાં અસર અનુભવાઈ હતી. આ પછી બપોરે રાજસ્થાનની ધરતી પર પણ ધરતીકંપનો ઝટકો અનુભવાયો હતો. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિના હેવાલ બહાર નથી આવ્યા.
સરકારી સમાચાર એજન્સી ઝિન્હુઆના હેવાલ પ્રમાણે, ત્વરિત કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ભૂકંપના કારણે વીજ સુવિધા બંધ થઈ ગઈ છે અને આ ક્ષેત્રના કેટલાક ગામોમાં માર્ગ અને મિલકતોને નુકસાન પહોંચ્યું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નીંગચી શહેરથી દસ કિમી દૂર નોંધવામાં આવ્યું છે. આ કંપન પછી ચાર નાના 3.1થી પની તીવ્રતાના આંચકા અનુભવાયા છે.
બીજીબાજુ, રાજસ્થાનના જોધપુર, નાગોર, અજમેર અને પાલી વિસ્તારમાં બપોરે 3 વાગ્યા ને ર1 મિનિટે ભૂંકપ અનુભવાયો હતો. જે પછી લોકો ભયભીત બનીને બહાર નીકળી આવ્યા હતા. જો કે, કોઈ જાન-માલની નુકસાનીના હેવાલ નથી. 
જાણકારી મુજબ, જોધપુર જિલ્લામાં લગભગ પથી 7 સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો.  રિખ્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.ર માપવામાં આવી હતી.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ઈરાનમાં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. જે ભૂકંપની તીવ્રતા રિખ્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી. જેમાં પ30થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer