`પદ્માવતી'' ફિલ્મના વિરોધમાં આજે ગાંધીનગરમાં રાજપૂત સમાજનું મહાસંમેલન

`પદ્માવતી'' ફિલ્મના વિરોધમાં આજે ગાંધીનગરમાં રાજપૂત સમાજનું મહાસંમેલન

રાજપૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે : વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનને આવેદનપત્રથી ચીમકી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11 : સંજય લીલા ભણસાલીએ પદ્માવતી ફિલ્મમાં રાજપૂતોના સુવર્ણ ઇતિહાસ સાથે ચેડા કરીને રાજપૂતોની લાગણીને ઠેસ પહોંચાડવાનો કર્યો છે. જેના વિરોધમાં આવતીકાલે 12 નવેમ્બરને રવિવારના રોજ ગાંધીનગરના રામકથા મેદાનમાં વિરાટ રાજપૂત મહાસંમેલન યોજાનાર છે. જેમાં રાજ્યભરના રાજપૂતો ઉમટી પડશે. આ મહાસંમેલનમાં આગામી રણનીતિ નક્કી કરાશે. દરમિયાન અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ દ્વારા વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવીને ચીમકી આપવામાં આવી છે કે પદ્માવતી ફિલ્મ પર સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ નહીં મૂકાય તો ઐમરણાંત ઉપાવસ આદોલ કરવાની ફરજ પડશે એટલું જ નહીં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજપૂત સમાજ સંપૂર્ણ બહિષ્કાર કરશે. 
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ વિસુભા ઝાલા, વર્લ્ડ ઓર્ગેનાઇઝર ાૐ રાજપૂત સમાજના ચીફ ઓર્ગેનાઇઝર ડો.જયેન્દ્રસિંહ જાડેજા, રાષ્ટ્રિય અધ્યક્ષ પી.ટી.જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવેદન સાથે રજુઆત કરી છે કે, દેઈં પર આક્રમણ કરનાર વિધર્મીમાં સૌથી ક્રૂર અલ્લાઉદ્દીન ખીલજીએ કરોડો હિન્દુઓના શ્રદ્ધા કેન્દર એવા ભગવાન સોમનાથ મહાદેવને પણ સંપૂર્ણપણે ધ્વંશ કર્યુ હતું. હજારો હિન્દુ મહિલાઓ પર વર્ણવી ન શકાય તેવા અત્યાચારો કર્યા હતા. તો ચત્તોડના મહારાણી પદ્માવતી તથા 16000 રાજપૂતાણીઓએ દેશ, ધર્મ અને કૂળની આબરૂ બચાવવા અલ્લાઉદ્દીન ખીલજીના શરણે્ ન થઇને એક સાથે ચિતામાં ખડકાઇ જઇને જૌહર કર્યુ હતું. ત્યારે દેશની સંસ્કૃતિ અને રાજપૂતોની મર્યાદા-લાગણીને ઠેક પહોંચાડવા માટે સંજયલીલા ભણસાલી પદ્માવતી ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરી રહ્યા છે. જો દેશભરમાં આફિલ્મ રિલીઝ થવા પર પ્રતિબંધ નહીં મુકાય તો રાજપૂત સમાજ આમરણાંત ઉપવાસ આંદોલન કરશે તેમજ ગુજરાતમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer